મુક્તપણે બોલો

એક અલગ મેસેજિંગ અનુભવને "આવકાર" આપો. તમને જેની અપેક્ષા છે તે તમામ ફીચર સાથે, ગોપનીયતા પર અનપેક્ષિત લક્ષ્ય.


Signal મેળવો

Signal શા માટે વાપરવું જોઈએ?

Signal શા માટે સરળ, શક્તિશાળી અને સુરક્ષિત મેસેન્જર છે તે જોવા માટે નીચે આપેલા કારણો જુઓ

અસલામતી વિના શેર કરો

અદ્યતન એન્ડ-ટૂ-એન્ડ-એન્ક્રિપ્શન (ઓપન સોર્સ Signal પ્રોટોકોલ દ્વારા સંચાલિત) તમારી વાતચીતોને સુરક્ષિત રાખે છે. અમે તમારા મેસેજ વાંચી શકતા નથી અથવા તમારા કૉલ્સ સાંભળી શકતા નથી, અને બીજું કોઈ પણ આ કોઈ વસ્તુ કરી શકતું નથી. ગોપનીયતા એ વૈકલ્પિક મોડ નથી — તે Signalના દરેક કાર્યમાં સામેલ છે. દરેક મેસેજ, દરેક કૉલ, દરેક વખતે.

કંઈ પણ કહો

ટેક્સ્ટ, વૉઇસ મેસેજ, ફોટા, વીડિયો, GIF અને ફાઇલો વિનામુલ્યે શેર કરો. Signal તમારા ફોનના ડેટા કનેક્શનનો ઉપયોગ કરે છે જેથી તમે MMS અને SMSની ફી ટાળી શકો.

મુક્તપણે બોલો

લાંબા-અંતરના શુલ્ક વિના, સમગ્ર શહેરમાં અથવા સમુદ્રપાર રહેતા લોકો સાથે એકદમ સ્પષ્ટ વૉઇસ અને વીડિયો કૉલ્સ કરો.

ગોપનીયતા જે રહે નિરંતર

એન્ક્રિપ્ટ થયેલ સ્ટીકરો સાથે તમારી વાતચીતમાં અભિવ્યક્તિનું નવું સ્તર ઉમેરો. તમે તમારા પોતાના સ્ટીકર પેક પણ બનાવી અને શેર કરી શકો છો.

ગ્રુપ સાથે ભેગા મળો

ગ્રુપ ચેટ તમારા કુટુંબ, મિત્રો અને સહકાર્યકરો સાથે જોડાયેલા રહેવાનું સરળ બનાવે છે.

કોઈ જાહેરાતો નહીં. કોઈ ટ્રેકર્સ નહીં. કોઈ મજાક નહીં.

Signalમાં કોઈ જાહેરાતો, કોઈ અફીલીએટ માર્કેટર અને કોઈ વિલક્ષણ ટ્રેકિંગ નથી. તેથી તમારી મહત્ત્વપૂર્ણ ક્ષણોને તમારા માટે મહત્ત્વપૂર્ણ લોકો સાથે વહેંચવામાં ધ્યાન કેન્દ્રિત કરો.

દરેક માટે મફત

Signal એ સ્વતંત્ર બિનનફાકારક સંસ્થા છે. અમે કોઈ પણ મોટી તકનીકી કંપનીઓ સાથે બંધાયેલા નથી અને અમને ક્યારેય કોઈના પણ દ્વારા હસ્તગત કરી શકાતું નથી. વિકાસ તમારા જેવા લોકોના અનુદાન અને દાન દ્વારા જ સમર્થિત છે.

Signalને દાન આપો